Posts

ગુજરાત અને ગુજરતીઓ ની ગૌરવ ગાથા

*ગુજરાત અને ગુજરતીઓ ની ગૌરવ ગાથા* . Dt. 02-05-2023   ✒ લેખન અને સંકલન: *દેવલ શાસ્ત્રી* E mail : Devalshastri7@gmail.com Gujarat Day ❤ *ગુજરાતને સમજવું હોય તો વાંચન માટે સમય ફાળવજો….* પુરાણોની કથાઓ અનુસાર માનવી શબ્દ જેના પરથી આવ્યો એ મનુનો પુત્ર શર્યાતિ, શર્યાતિનો પુત્ર અર્નત… આ અર્નત પહેલો ગુજરાતી હતો, અહીં આવીને વસ્યો હતો. થોડું અલગ રીતે વિચારીએ તો ઉત્તર ભારતમાંથી આર્યો ગુજરાતમાં વસ્યા, લાંબો દરિયા કિનારો હોવાથી વેપાર ગુજરાતના જીન્સમાં આવ્યો. દરિયાઈ વેપારને કારણે ઇન્ડો ગ્રીક વસ્યાં, ગ્રીક પ્રજા નિયમિત આવતી. ધીમે ધીમે શક પ્રજા વહીવટના નામે વસી. કુશાનો ગુજરાતમાં આવ્યા. શકો ઇરાન, ઇરાક, નોર્થ વેસ્ટ ટ્રાઇબલથી આવ્યા. કુશાન સામ્રાજ્યમાં પર્શિયન ક્ષત્રપો આવ્યા. ક્ષત્રપોએ વેપારને પ્રોત્સાહન અને સલામતી આપતાં તે સંપન્ન અને શક્તિશાળી બનતા મહાક્ષત્રપ તરીકે ઓળખાવા લાગ્યા અને ઉજ્જૈન રાજધાની બનાવી. મહાક્ષત્રપ ગુજરાત આવ્યા, ભૂમકા અને નહાપન રાજવીઓ આવ્યા. આંધ્રપ્રદેશના સાતકર્મીએ નહાપનને હરાવ્યો, સાતકર્મીના પરિવારજનો ગુજરાત આવીને વસ્યા અને રાજ્ય કરવા લાગ્યા. મહાક્ષત્રપ રુદ્રદામને રાજ્ય પાછુ મેળવ...